પાટીદાર નવરાત્રી દ્વારા શહીદ પરિવારોને રૂ.26 લાખ અને પાટીદાર કેરિયર એકેડમિને રૂ.15 લાખનું અનુદાન

- text


નવરાત્રી મહોત્સવમાં રૂ. 41.37 લાખનો નફો થયો, આઠમના દિવસે જાહેરમાં અજય લોરીયાએ હિસાબ રજૂ કર્યો

મોરબી : મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજનમાંથી થયેલ નફામાંથી શહીદ પરિવારોને રૂ. 26 લાખનું અનુદાન અને પાટીદાર કેરિયર એકેડમિમાં રૂ. 15 લાખનું અનુદાન આપવામાં આવ્યુ છે.

મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવાર અને પાટીદાર કેરિયર એકેડમીના લાભાર્થે યોજાયેલ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આયોજક અજય લોરીયાએ આઠમના દિવસે જાહેરમાં નવરાત્રીનો હિસાબ આપ્યો હતો.જેમાંથી 41.37 લાખનો નફો થયો હતો જેમાંથી 15 લાખનો ચેક પાટીદાર કેરિયર એકેડમિમાં આપ્યો હતો અને દરરોજ બે શહીદ પરિવારનું સન્માન કરી એમને એક – એક લાખનો ચેક અર્પણ કરતા 9 દિવસમાં 26 શહીદ પરિવારોને 26 લાખના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.

આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું કે અમે નવરાત્રીનું આયોજન નફા માટે કરતા નથી. સેવા ભાવના માટે નવરાત્રી કરીએ છીએ. માતાજી અમને વધુને વધુ સેવા કરવાની શક્તિ આપે એવી જગદંબાની પ્રાર્થના.

- text

- text