મોરબીની GMERS જનરલ હોસ્પિટલ ખાતે ન્યુટ્રીશન કીટ અને બાળકોને મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાયું

- text


એચઆઈવી/ટીબીના દર્દીઓને 80 જેટલી ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું

મોરબી : GMERS જનરલ હોસ્પિટલ મોરબી ખાતે તારીખ 11 ઓક્ટોબરના રોજ ડો. પી. કે દુધરેજીયા (સુપ્રિન્ટેન્ડેન્ટ GMERS – જનરલ હોસ્પિટલ મોરબી) અને ડો. ધનસુખ અજાણા (ટીબી-એચઆઈવી મેડિકલ ઓફિસર), રાજેશભાઈ જાદવ (જિલ્લા એચઆઈવી ઓફિસર)ના માર્ગદર્શન હેઠળ દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ સાટા ને જલેબી, ફરસાણનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કીટ વિતરણમાં ડો. પી.કે. દુધરેજીયા, ડો, દિશા પાડલિયા (એ.આર.ટી મેડિકલ ઓફિસર), અને ડો, અંકિતા.કે. કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 80 કીટ તથા બાળકોને મીઠાઇ અને ફરસાણ આપવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી અનુદાન રાજેશભાઈ લાલવાણી દ્વ્રારા દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવ્યું હતું.

- text

સંપૂર્ણ 80 કીટના લોકલદાતા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સિરામિક ગૃપ પરિવાર તેમજ લોકલ દાતાને વિનંતી કે મોરબી જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં એચ. આઈ. વી. ફીલ્ડ કો-ઓર્ડિનેટર રાજેશભાઈ કે. લાલવાણી પોઝિટિવ સગર્ભા બહેનો માટે કામ કરે છે. કોઈ વ્યક્તિને રાશનકીટ આપવી હોય તો મો.નં. 7567517462 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text