મોરબીની શોભાકુંજ સોસાયટીમાં અનોખી રીતે આઠમની મહાઆરતી યોજાઈ

- text


મોરબી : હિન્દુ સંસ્કૃતીમા નવરાત્રી પર્વ નિમિતે નવ દિવસ સુધી ભક્તો દ્વારા માતાજીની આરાધના કરવાના આવે છે. દરરોજ માતાજીની આરતી તેમજ ગરબા લેવામા આવે છે. નવરાત્રીના પર્વમા આઠમની આરતીનું અનોખું મહત્વ રહેલું છે. આ દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. ત્યારે મોરબીની શોભાકુંજ સોસાયટીના બાળકો તથા વડીલો દ્વારા હાથમાં લોટના કોડીયામાં દીવા રાખી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી.

સોસાયટીના પ્રમુખ ડો. પુનિતભાઈ માકાસણાએ જણાવ્યું હતું કે, આ આરતી કરવાથી આપણી સંસ્કૃતિ સાથે પ્રકૃતિનુ પણ જતન થઈ શકે છે. આરતી બાદ આ લોટના કોડીયાને કિડી તથા અન્ય જીવજંતુઓને ખાવા માટે મૂકી દેવામા આવશે. આ સાથે બાળકોમાં પણ પ્રકૃતિના જતન કરવાની સમજ ઉભી થશે.

- text

- text