સરકારી શાળાઓમાં સરકારી તાયફાઓથી શિક્ષણ રુંધાતુ હોવાની જિલ્લા કોંગ્રેસની ફરિયાદ 

- text


શિક્ષકોને શિક્ષણ સિવાયના કામો આપવાથી શિક્ષક ત્રાસી ગયા હોવાની ફરિયાદ

મોરબી : મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં વિવિધ સરકારી તાયફાઓના કારણે બાળકોનું શિક્ષણ રુંધાતુ હોવાનું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

કિશોરભાઈ ચિખલીયાના જણાવ્યા પ્રમાણે, મોરબીમાં સરકારની વાહ વાહી કરવા જાત જાતના શિક્ષણ સિવાયના કાર્યક્રમો શિક્ષકો પર થોપી શિક્ષણનું ઘોર ખોદી રહ્યા છે. 17 મી ઓક્ટોબરથી સરકારી શાળાઓમાં સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. એક બાજુ બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોની તાલીમ વારાફરતી 1 માસથી ચાલી રહી છે. આ તાલીમમાં બજેટ વાપરવા સિવાયનો કોઈ હેતુ જાણતો નથી. આ તાલીમની સાથે સાથે વી.સી.ઈ., સસ્તા અનાજના દુકાનદારો અને તાલીમ મંત્રીઓને કરવાની e-kycની જટિલ કામગીરી શિક્ષકો પર થોપી દેવામાં આવી છે.

- text

રોડ-રસ્તાના કરોડોના ભ્રષ્ટાચારનું કોઈ પૂછતું નથી અને ગરીબ બાળકોને મળતા 1650 રૂપિયા માટે બાળકોના સાત કોઠા વીંધવા પડે એટલી માહિતીઓ આપવી પડતી હોય, પ્રથમ સત્ર પૂર્ણ થવા આવ્યું છતાં બાળકોને શિષ્યવૃતિ મળતી નથી. તો બીજી તરફ સરકારની વાહ વાહી કરવા વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમો જેવા કે, સરકારી શાળામાંથી ખાનગી શાળામાં દાખલ કરવા સરકાર દ્વારા લેવાતી CET અને જ્ઞાન સાધના પરીક્ષા માટે સતત પ્રેશર કરવામાં આવે છે. તેમજ વૃક્ષો વાવવા, સ્ટાફ સિલેક્શન અને રેલવેની ભરતી માટેના ફોર્મ ભરાયાની માહિતી આપવી આમ શિક્ષણ સિવાયના કામોથી શિક્ષકો ત્રાસી ગયા છે

- text