મોરબીના વીમાધારકને વળતર ચુકવવા સ્ટાર હેલ્થ એન્ડ એલીડ ઈન્સ્યુરન્સ કંપનીને ગ્રાહક કોર્ટનો આદેશ

- text


વીમા ધારકને 6 % વ્યાજ લેખે 1,57,486નો વીમો ચુકવી આપવા કર્યો હુકમ 

મોરબી : મોરબીના વતની કમલેશભાઈ પી. રાચ્છના પત્નીનો સ્ટાર એન્ડ એલાઈડ ઇન્સ્યોરન્સમાં ફેમિલી વીમો હોય અને કોવિડ દરમ્યાન સારવારમાં ખર્ચ થયેલા રૂ. 1,57,486નો વીમો આપવાની કંપનીએ ના પાડતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખના માધ્યમથી કોર્ટમાં કેસ કરતા કોર્ટે 6 % વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યો.

- text

સમગ્ર વિગત અનુસાર, મોરબીના વતની કમલેશભાઈ પી. રાચ્છે સ્ટાર એન્ડ એલાઈડ ઇન્સ્યોરન્સમાં ફેમિલી વીમો લીધો હતો. ત્યારે કમલેશભાઈના પત્ની અસ્મિતાબેન રાચ્છ તારીખ 9-4-2021 થી 17-4-2021 સુધી સ્વામિનારાયણ હોસ્પિટલમાં કોવિડની સારવાર લીધી હતી અને સારું થતાં વીમા કંપની પાસેથી રૂ. 1,57,486નો ખર્ચ થતા તે રકમ વીમા કંપની પાસે માગી હતી. પરંતુ વીમા કંપનીએ તા. 15-6-2021ના રોજના રેપ્યુડ લેટરથી દર્દીને જાણ કરી હતી કે હોસ્પિટલાઈઝ થવાની જરૂર નથી. આમ બહાના બતાવીને વીમો ના મંજૂર કર્યો હતો. ત્યારે કમલેશભાઈએ મોરબી શહેર / જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં કેસ દાખલ કરતા કોર્ટે અસ્મિતાબેનને રૂ. 1,57,486 અને રૂ. 5000 અન્ય ખર્ચ તારીખ 23-3-2023 થી 6 % વ્યાજ લેખે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.

- text