ટંકારાના આર્યનગરમાં દોઢ દાયકાથી યોજાતી પ્રાચીન ગરબીમાં બાળાઓએ જમાવ્યું અનોખું આકર્ષણ

- text


ટંકારા : ટંકારાના આર્યનગરમાં છેલ્લા દોઢ દાયકાથી યોજાતી પ્રાચીન હરીઓમ ગરબી મંડળમાં નવરાત્રિ દરમિયાન દરરોજ બાળાઓ વિવિધ રાસ-ગરબા રજૂ કરીને માતાજીની આરાધના કરી રહી છે. નાનજીભાઈ મેરજા અને ધીરુભાઈ કાસુન્દ્રાની રાબરી હેઠળ યોજાતી હરીઓમ ગરબી મંડળમાં જુના વાજિંત્રો સહિતના પ્રાચીન વાદ્યોના તાલે બાળાઓને ગરબે રમાડવામાં આવી રહી છે. જેમાં દરરોજ બાળાઓ વિવિધ રાસ રજૂ કરે છે. ગરબી મંડળમાં દરરોજ બાળાઓનું નત મસ્તકે સન્માન પણ કરવામાં આવી રહ્યું છે. આમ હિંદુ શાસ્ત્રોના ધાર્મિક પૌરાણિક શાસ્ત્રોના વર્ણન પ્રમાણે માઈ ભક્તિ કરી ધાર્મિક ઈતિહાસ જીવંત રાખવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

- text

- text