મોરબીમાં ઓડિશાવાસીઓ દ્વારા યોજાતી દુર્ગાપૂજાનો અનોખો ઈતિહાસ

- text


મોરબી : મોરબીમાં ઓડિશાવાસીઓ દ્વારા દર વર્ષે દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબીમાં યોજાતા આ દુર્ગાપૂજાનો ઈતિહાસ અનેરો છે. 2011ની સાલથી મોરબીમાં શોભેશ્વર રોડ પર શાંતિભુવન સોસાયટીમાં જય જગન્નાથ ગ્રુપ દ્વારા દર વર્ષે દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મોરબીમાં દુર્ગાપૂજાની શરૂઆત શ્રીધર દાસજીએ સૌપ્રથમવાર સૌ ઓરિસ્સાવાસીઓને એકત્રિત કરીને 2011ની સાલમાં કરી હતી. જે અવિરત પણે આજ દિન સુધી ચાલુ જ છે. ઓરિસ્સામાં જેમ જગન્નાથ પ્રભુની રથયાત્રાનું અનેરું મહત્વ છે એવી જ રીતે ત્યાં દુર્ગા પૂજા પણ ઉલ્લાભેર ઉજવવામાં આવે છે. કરવામાં આવે છે. આ દુર્ગા પૂજામાં હવે જય જગન્નાથ ગ્રુપમાં ઘણા બધા કાર્યકરો ભેગા મળીને આ દુર્ગા પૂજાને હર્ષ ઉલ્લાસથી દર વર્ષે સંપન્ન કરે છે. ઓરિસ્સાના વતનીઓ તરફથી સર્વે મોરબી વાસીઓને દુર્ગાપૂજાની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે.

- text

- text