મોરબીના ટીંબડી, રંગપર, ભડિયાદ અને વાંકાનેરમાં 6 જુગારી ઝડપાયા

- text


વરલીના જુગાર ઉપર પોલીસની સાર્વત્રિક કાર્યવાહી, ચાર દરોડા

મોરબી : મોરબી તાલુકા અને વાંકાનેર સીટી પોલીસે વરલી મટકાના જુગાર ઉપર સાર્વત્રિક દરોડાની કાર્યવાહી કરી અલગ અલગ પાંચ દરોડામાં ટીંબડી, રંગપર, ઘુંટુ, ભડિયાદ અને વાંકાનેર શહેરમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા વરલીભક્તો તેમજ બે તીનપતિના શોખીન જુગારીને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં મોરબીના ભડિયાદ કાંટા નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી વિમલ વલ્લભદાસ વાગડીયાને રોકડા રૂપિયા 880 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે રફીક હસનભાઈ કટિયાને રંગપર ગામની સીમમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 310 કબજે કર્યા હતા.

- text

ત્રીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે આરોપી ટીંબડી પાટિયા નજીકથી આરોપી અકરમ અનવર શેખ અને સોયબ આમદભાઈ શાહમદારને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 520 કબ્જે કર્યા હતા. જ્યારે ચોથા દરોડામાં પોલીસે કિશોર કાંતિલાલ અદગામાને ઘુંટુ ગામની સીમમાં સિમ્પોલો સિરામિક નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 210 કબ્જે કર્યા હતા. જ્યારે પાંચમા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે મિલ પ્લોટ ચોકમાં જાહેરમાં વરલીના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી હિંમત હિફાભાઈ રાઠોડને રોકડા રૂપિયા 330 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text