મોરબી શહેરમાં નવરાત્રીના સાત દિવસમાં 19 પીધેલા પકડાયા, 121 વાહનો ડિટેઇન

- text


સીટી એ ડીવીઝન પોલીસની સી ટીમે રોડ રોમિયો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી

મોરબી : મોરબી શહેરમાં નવરાત્રી દરમિયાન છેડતીના બનાવો ન બને તે માટે સીટી એ ડિવિઝન પોલીસે લોકોની સુરક્ષા માટે મેદાને ઉતારેલી શી ટીમે નવરાત્રીના સાત દિવસ દરમિયાન રોડ રોમિયો વિરુદ્ધ તેમજ પીધેલા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી 121 વાહનો ડિટેઇન કરી 19 પીધેલા શખ્સને પકડી પાડયા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજાના જણાવ્યા મુજબ નવરાત્રી તહેવાર અનુસંધાને લોકો તહેવાર દરમિયાન ભયમુક્ત રીતે તહેવાર શાંતિપૂર્વક ઉજવી શકે તે માટે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી કુલ-5 ટીમ દ્વારા ગરબીની મુલાકાત લેવામાં આવેલ તથા પેટ્રોલિંગ દરમિયાન તા.3/10/24 થી 10/10/24 સુધીમાં
કેફી પીણું પીધેલ-19
નંબર પ્લેટ વગરના તથા મોડિફાઈડ સાઇલેન્સર ફિટ કરી ઘોંઘાટ કરતા 121
મોટર સાઇકલ ડિટેઇન કરેલ હતા.

- text

સાથે જ નવરાત્રિ દરમિયાન શી ટીમ અને પોલીસ જવાનોએ હાથ ધરેલ સઘન ચેકીંગમાં જાહેરમાં હથિયાર સાથે રાખતા ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગના ચાર ગુન્હા દાખલ કરી કેફી પીણું પી વાહન ચલાવતાં ચાલકો વિરુદ્ધ 7 ગુન્હા દાખલ કરી લોકોની સુરક્ષા માટે પોલીસે સતત કડક કાર્યવાહી ચાલુ રાખી હતી.

- text