મોરબીમા શાળા અભ્યાસ કરતા તરુણને સહપાઠી બે વિદ્યાર્થીઓએ માર માર્યો

- text


મિત્ર સાથે મિત્રતા છોડી દેવા અને મશ્કરી નહિ કરવાનું કહી કપાળ અને વાસામાં કડું ફાટકાર્યું

મોરબી : મોરબીની વીસી હાઈસ્કૂલના અભ્યાસ કરતા તરુણને બે સહપાઠી વિદ્યાર્થીઓએ અન્ય તરુણ સાથે મિત્રતા નહિ રાખવા તેમજ મશ્કરી નહિ કરવાનું કહી વગર વાંકે માથામાં કપાળના ભાગે તેમજ વાસામાં હાથમાં પહેરેલ કડું ફટકારી ઢીકા પાટુનો માર મારતા તરુણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો, બનાવ અંગે ભોગ બનનાર તરુણના પિતાની ફરિયાદને આધારે બે તરુણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફાળેશ્વરમા રહેતા અશોકભાઈ જેસિંગભાઈ અઘારાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમનો પુત્ર વીસી હાઈસ્કૂલમા ધોરણ 11મા અભ્યાસ કરી રહ્યો છે. જ્યાં ગઈકાલે તેના મિત્ર સાથે રિશેષમાં જતા આ સમયે ધોરણ 11માં જ અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ તેમના પુત્રને અન્ય વિદ્યાર્થી સાથે મિત્રતા નહિ રાખવા અને મશ્કરી નહિ કરવા જણાવી કપાળમાં તેમજ વાસામા હાથમાં પહેરેલ કડું ફટકારી દઈ ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડતા શાળાના બે શિક્ષકો તેમના પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. આ ગંભીર બનાવ મામલે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બન્ને તરુણ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text