નવમી વ્રત, મૂર્તિ વિસર્જન/પારણા ક્યારે કરવા ? જાણો મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા પાસેથી

- text


મોરબી : નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન અષ્ટમી/નવમી વ્રત અને દશેરા/નવરાત્રિ પારણા ક્યારે કરવા તે અંગે મોરબીના વિદ્વાન જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાએ મહત્વની માહિતી આપી છે. જે નીચે પ્રમાણે છે.

અષ્ટમી/નવમી વ્રત અને દશેરા /નવરાત્રી પારણાનો નિર્ણય

અષ્ટમી/નવમી 

અષ્ટમી અને નવમી બંને શુક્રવારે છે. તેથી જેઓ નવરાત્રિ દરમિયાન માત્ર અષ્ટમીની પૂજા કરે છે, તેઓ પ્રાત:કાલ વ્યાપિની અષ્ટમી એટલે કે 11/10/2024 ને શુક્રવારના રોજ સવારે અષ્ટમીની પૂજા કરશે અને જેઓ નવરાત્રિ દરમિયાન માત્ર મહાનવમીની પૂજા કરે છે તેઓ પણ બપોરે એટલે કે 11/10/2024 ને શુક્રવારે અપરાહ્ન વ્યાપિની નવમીની પૂજા કરશે.


શાસ્ત્રો અનુસાર મૂર્તિ વિસર્જન/પારણ વગેરે

અનુસાર મૂર્તિ વિસર્જન/પારણ 12/10/2024 ને શનિવારના રોજ કરવા જોઈએ. કારણ કે વિસર્જન અને દશેરા દરમિયાન શ્રવણ નક્ષત્રનનું અતિ વિશેષ મહત્વ માનવામાં આવે છે.

- text

“मुले आवाहिता देवी श्रवणे तू विसर्जिता” આ શાસ્ત્ર વચન દ્વારા 12/10/2024 ને શનિવારે દેવી નું(મૂર્તિ) ગરબાનું વિસર્જન થશે હવે એમાં રવિવાર કે મંગળવાર આવતો હોય તો પણ કરી દેવું એમાં દિતવાર મંગળવાર નડતો નથી.


પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઈ પંડ્યા

(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)

મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાન

જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય, ભાગવતાચાર્ય, વાસ્તુ શાસ્ત્રી, વાસ્તુ માર્ગદર્શક

M.A. સંસ્કૃત

94269 73819

શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય,

ક્રિષ્ના ચેમ્બર, ઓ.નં. 5,

વસંત પ્લોટ મેઈન રોડ, ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી


- text