ટંકારાના ઓટાળા નજીક રીક્ષા હડફેટે લઈ સગીરનું મોત નિપજાવનાર ટેન્કર ચાલક ઝડપાયો

- text


ટંકારા પોલીસે ભારે જહેમત બાદ અકસ્માત સર્જી નાસી ગયેલ ટેન્કર ચાલકને પકડ્યો

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા નજીક રોડની સાઈડમાં રીક્ષા ઉભી રાખી રીક્ષા ચાલક લઘુશંકા કરવા જતા અજાણ્યા ટેન્કર ચાલકે રીક્ષાને હડફેટે લઈ ઉલાળી દેતા રીક્ષા પાસે ઉભેલા સગીરનું મૃત્યુ નીપજ્યાની ઘટનામાં પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ ટેન્કર ચાલકને દબોચી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રાજપર રોડ ઉપર ફોરમ કંપનીમાં રહેતા મૂળ માધાપર ભુજના પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વાઘેલાએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.25 સપ્ટેમ્બરના રોજ તેમના કૌટુંબિક સગા મનસુખભાઈની રીક્ષામાં બેસી તેમનો પુત્ર વીર ઉ.14 સહિતના લોકો જામ ખંભાળિયાથી પરત આવી રહ્યા હતા ત્યારે મનસુખભાઇએ ઓટાળા નજીક રીક્ષા રોડની સાઈડમાં ઉભી રાખી લઘુશંકા કરવા જતા પાછળથી અજાણ્યા ટેન્કર ચાલકે રીક્ષા સાથે અકસ્માત સર્જી રીક્ષા પલ્ટી ખવડાવી દેતા રીક્ષા પાસે ઉભેલા વીરને તેમજ બબીબેન નામના મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં વીર ઉ.14નું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ બાદ ટેન્કર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હોય ટંકારા પોલીસે ભારે જહેમત બાદ આરોપી ટેન્કર ચાલક ભુપત રાયધનભાઈ બોરીચા રહે.ગુલાબનગર, જામનગર વાળાને ઝડપી લઈ ટેન્કર કબજે કરી કાયયદેસરની કાર્યવાહી કરી હતી.

- text