મોરબીના વૃદ્ધની સોનાની માળા લઈ રફુચક્કર થયેલ ઠગ પકડાયો

- text


મોરબીના વૃદ્ધને તકસાધુ રૂપે ગઠિયો ભટકી ગયો, સોનાની માળા ગઈ

ટંકારાના વિરપર નજીક વાડીએ જતા વૃદ્ધ પાસેથી સોનાની માળા સાફ કરવાનું કહી ગઠિયો ગયો એ ગયો

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક મોરબીના વૃદ્ધને એક ગઠિયા રૂપે તક સાધુ ભટકી જતા આ સાધુએ સોનાની રુદ્રાક્ષની બે તોલા વજનની માળા સાફ કરવાને બહાને લઈ નાસી જવાની ઘટનામાં ટંકારા પોલીસે તકસાધુ ગઠિયાને દબોચી લઈ સોનાની રુદ્રાક્ષની માળા કબજે કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભંભોળની વાડી વિસ્તારમાં યોગેશ્વર નગરમાં રહેતા વ્રજલાલભાઈ નવઘણભાઈ નકુમ ઉ.71 નામના વૃદ્ધ તા.22 સપ્ટેમ્બરના રોજ હડમતીયા ગામે આવેલ પોતાની વાડીએ જતા હતા ત્યારે વિરપર નજીક હાઇવે ઉપર સાધુ જેવા શખ્સે તેમને ઉભા રાખ્યા હતા અને ગળામાં પહેરેલ સોનાની બે તોલા વજનની રુદ્રાક્ષની માળા જોઈ કહ્યું હતું કે, તમારી માળા કાળી પડી ગઈ છે. રુદ્રાક્ષની માળા હંમેશા ચોખી રાખીને જ પહેરાય તેમ કહી માળા પોતાને સાફ કરવા આપી દેવા જણાવ્યું હતું. માળા સાફ કરવાના પૈસા બાદમાં આપવાનું કહી વૃદ્ધને લાલચમાં લેતા વૃદ્ધે બે તોલા વજનની સોનાની માળા આપી દેતા ગઠિયો ફરાર થઇ જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

- text

આ ઘટનામાં ટંકારા પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સથી મળેલ બાતમીને આધારે આરોપી જાગાનાથ ભાલનાથ પરમાર રહે.વાદીપરા, ભોજપરા, વાંકાનેર વાળાને ખીજડિયા ચોકડી પાસેથી સોનાની માળા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text