ટંકારા : સરાયા તાલુકા શાળામાં માલધારી છાત્રોએ કેડીયામાં સજ્જ થઈને લીધા રાસ

- text


ટંકારા : ટંકારા તાલુકાની સરાયા તાલુકા શાળામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માલધારી વિદ્યાર્થીઓએ ભાતીગળ લોક સંસ્કૃતિ મુજબ અનોખી રીતે રાસ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા.

જેમાં બાલવાટિકાનાં વિદ્યાર્થીઓથી માંડી દરેક વર્ગના અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં માલધારી પરીવારનાં બાળકોએ પોતાની સનાતન ભારતીય સંસ્કૃતિ મુજબ કેડિયા રાસ રજૂ કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓએ પણ પ્રાચીન ગરબા લઈને માતાજીની ઉપાસના કરી વાલીઓ તેમજ ગ્રામજનોને મંત્ર મુગ્ધ કરી દીધાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ મેમ્બર લતાબેન પાડલીયા, જ્યોતનાબેન દેસાઈ, કૈલાશબેન કાચ્છડીયા, ડૉ. સુનિલ એમ. સંઘાણી, નિલેશસર ઢેઢી અને આચાર્ય ચુનીલાલ ઢેઢીએ જહેમત ઉઠાવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text