જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં હળવદની સાંદિપની ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા

- text


હળવદ : “અખિલ ભારતીય શાળાકીય રમત-ગમત સ્પર્ધા” અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં હળવદની સાંદિપની ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તા. 04/10/2024 (ભાઈઓ) અને 05/10/2024 (બહેનો) ના રોજ મોરબી જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં સાંદિપની ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્કૃષ્ટ દેખાવ કરી અંડર- 11 વર્ષ, 14 વર્ષ, 17 વર્ષ તથા 19 વર્ષ દરેક કેટેગરી ઈનલાઇન સ્કેટિંગ અને કવાડ સ્કેટિંગમાં ભાગ લીધો હતો.

- text

આ સ્પર્ધામાં ઠક્કર પર્વ 500 મીટર, (inline) U-11, ઠક્કર પર્વ 1000 મીટર, (Inline) U-11, પરમાર પૂર્વ 1000 મીટર (inline) U-14, ચૌહાણ મહાવીર 500 મીટર (inline) U-19, ચૌહાણ મહાવીર 1000 મીટર. (inline) U-19એ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઠક્કર વિહાન 1000 મીટર (inline) U-14, પરમાર પૂર્વ 500 મીટર (inline) U-14, ડોડીયા વિશ્વજિત (Quad) U-14, 500 તથા 1000 મીટર. (Quad) U-14માં બીજો નંબર મેળવ્યો છે. ચાવડા પ્રશાંત 500 (Quad) U-11, ચાવડા પ્રશાંત 100 (Quad) U-11, વિહાન 500 મીટર (Inline) U-14, પટેલ ભવ્ય 1000 મીટર (Inline) U-14, સારદીયા વિઠ્ઠલ 500 મીટર માં, (Inline) U-17, ચાવડા ભૂમિ 500 (Inline) U-14, ચાવડા ભૂમિ 1000 મીટર (Inline) U-14, પરમાર સંજના 1000 મીટર (Inline) U-11એ ત્રીજો નંબર મેળવ્યો હતો. આમ શાળાના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરીને શાળાનું અને હળવદ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ સાંદિપની શાળાના સંચાલક ટ્રસ્ટી હિતેનભાઈ ઠક્કર તથા શાળાના પ્રિન્સિપાલ તથા કોચ જીતુ સાહેબે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે અને રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.

- text