માળિયા (મિ.) પોલીસ દ્વારા યોજાતી ગરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે લ્હાણી વિતરણ કરાયું

- text


વૃદ્ધાશ્રમ માટે પોલીસ કર્મચારીઓ દ્વારા જરૂરી ચીજ વસ્તુઓની ભેટ અપાઈ

માળિયા (મિયાણા) : માળિયા પોલીસ લાઈન ખાતે આવેલા શીતળા માતાજીની મંદિરના પટાંગણમાં યોજાતી ગરબીમાં છઠ્ઠા નોરતે રાયસંગપર ગામના સંગાથ વૃદ્ધાશ્રમના વડીલોને બોલાવીને તેઓના હસ્તે 160 જેટલી બાળાઓને લ્હાણીનું વિતરણ કરાવવામાં આવ્યું હતું. સાથે જ આ વડીલો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ વર્ષે ભારે વરસાદના કારણે રાયસંગપર ગામે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમમાં પાણી ભરાયા હતા જેના કારણે વૃદ્ધાશ્રમનો તમામ માલ-સામાન પાણીમાં ડૂબી ગયો હતો. જેથી માળિયા (મિયાણા) પોલીસ દ્વારા ગ્રામ પંચાયત તથા પોલીસ સ્ટેશન ખાતે આ તમામ વડીલોને આશરો આપવામાં આવ્યો હતો. સાથે જ મોરબી ડિવિઝન પોલીસ તથા માળિયા (મિયાણા) પોલીસ દ્વારા આ વૃદ્ધાશ્રમમાં 36 ગાદલા, ઓશિકા, મચ્છરદાની, રજાઈ, બેડશીટ, ઓશિકાનું કવર અને ગાદલાના કવર જેવી જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી હતી અને છઠ્ઠા નોરતે વાહનની વ્યવસ્થા કરી તેમામ વૃદ્ધોને ગરબીમાં બોલાવ્યા હતા અને તેઓના હસ્તે લ્હાણી વિતરણ કરાવ્યું હતું. જેથી વૃદ્ધોમાં ઉત્સાહનો સંચાર થયો હતો અને હર્ષની લાગણી અનુભવી હતી.

- text

- text