વાંકાનેરની એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ કુસ્તી સ્પર્ધામાં જીત્યો બ્રોન્ઝ મેડલ

- text


વાંકાનેર : વાંકાનેરની શ્રીમતિ એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ દેવગઢ બારીયા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

જિલ્લા રમતગમત વિભાગ ગુજરાત સરકાર, યુવા વિકાસ કચેરી મોરબી દ્વારા પ્રેરિત જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ચાલતી ઈન સ્કૂલ યોજનામાં તાલીમ મેળવતી શ્રીમતિ એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેરની પાંચ વિદ્યાર્થિનીઓ ગર્લ્સ SGFI સ્ટેટ લેવલ કુસ્તી સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ લઈને દેવગઢ બારીયા ખાતે યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં રમવા માટે ગઈ હતી. જેમાં પ્રિયાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ 76 kg વજનમાં બ્રોન્ઝ મેડલ મેળવી શાળા પરિવાર અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ તકે ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી અને ટ્રસ્ટીગણે તેઓને શુભેચ્છા પાઠવી છે. યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે પણ આનંદ વ્યક્ત કર્યો છે. આ બધી જ વિદ્યાર્થિની બહેનોને માર્ગદર્શન કોચ વિજયભાઈ બગડા અને ડઈબેન ચૌધરી દ્વારા આપવામાં આવ્યું હતું. આ તકે પ્રધાનાચાર્ય દર્શનાબેન જાની પણ બંને કોચની કામગીરીને બિરદાવી વિદ્યાર્થીના વિકાસમાં યોગદાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text