હળવદ ખાતે દિવ્યાંગ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

- text


નિઃશુલ્ક ફિજીયોથેરાપી કેમ્પમાં 25 મનો દિવ્યાંગ બાળકોએ લાભ લીધો

હળવદ : હળવદમાં આવેલા શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત “દિવ્યાંગ વિદ્યાર્થી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ” આજ રોજ 9 ઓક્ટોબરના રોજ સવારે 10 કલાકે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદના પરિસરમાં યોજાયો હતો.

જેમાં સમારંભના અધ્યક્ષ આત્મયોગી શ્રી ૐકારા પ્રભુ પરમ પૂજ્ય દાદા રહ્યા હતા. તેમજ વિશેષ ઉપસ્થિતિમાં મુરલીભાઇ દવે (આર.એસ.એસ રાજકોટના વડા) તેમજ સામાજિક અને રાજકીય આગેવાન રણછોડભાઈ દલવાડી (પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ), ગીરીશભાઈ પરમાર (પીજીવીસીએલના પ્રમુખ), અને અનિલભાઈ તેમજ રાજકોટના જાણીતા એડવોકેટ નયનભાઈ કોઠારી, મિતેશભાઈ દોશી જેવા ધાર્મિક આગેવાનો ખાસ ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાના ધોરણ 9 થી 12 માં ઉતીર્ણ થયેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને અને બાળકોને શિલ્ડ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

દિવ્યાંગજનો અભ્યાસની સાથે સાથે રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરે તેવા શુભઆશિષ સંસ્થાના સ્થાપક મંત્રી જીતેન્દ્રભાઈ જોશી દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યંગોના કલ્યાણકારી વિશિષ્ટ પ્રવૃત્તિ કરતી આ સંસ્થા હંમેશા નવીન કરવા માટે પ્રેરાયેલી છે તેમ આ વર્ષે પણ દિવ્યાંગો માટે સરસ્વતી સન્માન મોરબી જિલ્લામાં પ્રથમ વખત આયોજિત કરાયો છે. સંસ્થા બ્લડ ડોનેશન, સમૂહ લગ્ન, એજ્યુકેશન સ્પોર્ટ્સ એક્ટિવિટી, તેમજ અન્ય વિશિષ્ટ પ્રકારના કાર્યો પણ દિવ્યાંગોના જન કલ્યાણ માટે કરતા રહ્યા છે. આ કાર્યક્રમનું સફળ સંચાલન સ્થાનિક સમિતિના સદસ્ય તપનભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી દિવ્યાંગ તેજસ્વી તારલાઓને બોલાવી તેઓનું ટ્રોફી, શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક મોરબીના સહયોગથી આયોજિત નિઃશુલ્ક સારવાર કેમ્પમાં 25 બાળકોએ લાભ લીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશભાઈ રંગાડીયા, નિમેષભાઈ ભાલોડીયા, બળવંતભાઈ જોશી, અરુણભાઈ ગોસાઈ, જગદીશભાઈ પટેલ, લલીતભાઈ સોલંકી, દિનેશભાઈ સભાણી, મનીષભાઈ ગઢવી, કુસુમબેન સેંગલ, ટીનાબેન મહેતા, પસાભાઈ પઢારિયા, જયેશભાઈ પરમાર, અજીતભાઈ ડોડીયા, હીરાલાલ ચાવડા અને તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text