વાંકાનેરમાં 400 મણ ડુંગળી ચોરી જનાર ત્રિપુટી ઝડપાઇ

- text


સીટી પોલીસ ટીમે 3 લાખનો ટ્રક અને 3.11 લાખ રોકડા કબ્જે કર્યા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં કુકડા કેન્દ્રમાં રાખેલી રૂપિયા 3 લાખની કિંમતની 400 મણ ડુંગળીની ચોરી થઈ જવા પ્રકરણમાં વાંકાનેર સીટી પોલીસે ગણતરીની કલાકોમાં ડુંગરીની ચોરી કરનાર તસ્કર ત્રિપુટીને 3 લાખનો ટ્રક અને 3.11 લાખ રોકડા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં વાડી ધરાવતા ઇમરાનભાઈ રસુલભાઈ ભોરણીયાએ પોતાના શિયાળુ પાકની 400 મણ ડુંગળી રફીકભાઈ રસુલભાઈ શેરસિયાના કુકડા કેન્દ્રમાં રાખી હોય જ્યાંથી અજાણ્યા તસ્કરો ગત તા.4ના રોજ 3 લાખની કિંમતની ડુંગળી ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ વાંકાનેર સીટી પોલીસે ગણતરીની કલાકોમાં જ ડુંગરી ચોર્યા બાદ રોકડી કરીને આવી રહેલા આરોપી શબીરહુસેન અબ્દુલભાઇ શેરસીયા રહે.પંચાસર, જાબિર સાજીભાઈ બાદી રહે,પાંચ દ્વારકા અને આરોપી નજરૃદીન અલીભાઈ બાદી રહે,મહીકા નામના ત્રણ શખ્સોને રોકડા રૂપિયા 3,11,370, એક કટ્ટો ડુંગરી કિંમત રૂપિયા 1600 અને 3 લાખની કિંમતના ટ્રક સાથે ઝડપી લઈ ડુંગરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text

- text