હળવદમાં પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેનાર હત્યારો ઝડપાયો

- text


પત્ની સાથેના આડા સંબંધની જાણ થઇ જતા યુવાન ભરઊંઘમાં પાઇપ ફટકારી પરલોક પહોંચાડ્યો

હળવદ : હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા યુવાનની મધ્યરાત્રીએ હત્યા થયાના બનાવમાં સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લેતા હત્યારાએ પોતાની પત્ની સાથે આ યુવાનને આડા સંબંધ હોવાની જાણ થતા જ ભરઊંઘમાં પાઇપ ફટકારી હત્યા કરી નાખી હોવાની કબૂલાત આપી હતી. આ બનાવમાં પોલીસે આરોપીને બનાવ સ્થળે લઈ હત્યા કેવી રીતે કરી હતી તેનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા સુખદેવભાઈ ઉર્ફે સુખો કાળુભાઈ ઝિંઝુવાડીયા ઉ.33 નામના યુવાનની તેના જ ઘરના ફળિયામાં સુતો હતો તે વેળાએ બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા હત્યાના આ બનાવ અંગે મૃતકના પિતા કાળુભાઈ ધીરાભાઈ ઝિંઝુવાડિયાની ફરિયાદના આધારે પોલીસે પાડોશમાં જ ઘરજમાઈ તરીકે રહેતા આરોપી ભરતભાઈ બાબુભાઈ ચોવીસીયા વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

વધુમાંમાં હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી ભરતભાઈ બાબુભાઈ ચોવીસીયાની ધરપકડ કરી પૂછતાછ કરતા આરોપી ભરતે જણાવ્યું હતું કે તેની પત્ની સાથે મૃતક સુખદેવને આડા સંબંધ હોય જેની જાણ થતા સુખદેવ જ્યારે ફળીયામાં સૂતો હતો ત્યારે માથાના ભાગે પાઇપ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વધુમાં બનાવ મામલે હળવદ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઇ જઈ હત્યાને કેવી રીતે અંજામ આપ્યો તે અંગેનું રિકન્ટ્રક્શન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text