મોરબીમાં બે બાઇકની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડતી એસઓજી

- text


મોરબી : મોરબી એસઓજી પોલીસની ટીમે મોરબી તાલુકા પોલીસ ટીમે વાહન ચોરીના બે અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી બાઈકચોરને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીની ત્રાજપર ચોકડી નજીક સર્વીસ રોડ પર આવતા એક શખ્સ મોટર સાયકલ સાથે શંકાસ્પદ રીતે નિકળતા તુરત જ તેને રોકી નામ સરનામુ તથા વાહનના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય મોટર સાયકલ નંબર-GJ3DP3732ને ઇ ગુજકોપ મોબાઇલ પોકેટ કોપ સર્ચ કરતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને ટેલીફોનીક ખરાઇ કરતા મોટર સાયકલ આશરે આઠેક માસ પહેલા ચોરી થયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

- text

ઉપરાંત પુછપરછ કરતા આજથી આશરે પોણા બે વર્ષ પહેલા ઘુંટુ ગામે એક નવુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર ચોરી કરી લઇ જતા મોરબી નગર દરવાજા ચોકમાં ટ્રાફીક પોલીસ ચેકીંગ દરમ્યાન વાહન ડીટેઇન થઇ ગયેલ હોય જે બાબતે ટ્રાફીક શાખામાં ખરાઈ કરતા GJ 36N 3995 વાહન ડીટેઇન થયેલ પડેલ હોય આમ બન્ને બાઇકની ચોરી કરનાર નાનકો ઉર્ફે દીપક રેમસીંગ બાંભણીયા ઉ.વ. ૨૧ રહે હાલ ખાખરા ગામ મૂળ એમ.પી.વાળાને પકડી પાડી બન્ને બાઇક કબ્જે લેવામાં આવ્યા છે.

- text