- text
મોરબી : મોરબી શહેર પેટા- 2 વિભાગ હેઠળ તારીખ 9 ઓક્ટોબરના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે ચિત્રકૂટ ફીડર, વાવડી રોડ ફીડર અને શ્રદ્ધા ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
- text
આવતીકાલે બુધવારે સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી ચિત્રકૂટ ફીડર હેઠળના નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે. વાવડી રોડ ફીડર હેઠળના ક્રિષ્ના પાર્ક 1/2, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ગાયત્રી નગર, કુબેર નગર, ન્યુ મારુતિ નગર, અશિકપાર્ક, વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો અને શ્રદ્ધા ફીડર હેઠળના શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસાયટી, ફૂલછાબ સોસાયટી વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
- text