મોરબીના રવાપર રોડ પર એવન્યુ પાર્ક પાસેના કાચા ડાયવર્ઝનથી વાહનચાલકો પરેશાન

- text


સ્ટ્રીટ લાઈટ ન હોય અને ધુળની ડમરીઓ ઉડતી હોવાથી મુશ્કેલી

મોરબી : મોરબીના રવાપર રોડ પર એવન્યુ પાર્ક પાસે આવેલું નાલુ જર્જરિત થઈ જતાં પાલિકા દ્વારા આ નાલુ બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પરંતુ આ ડાયવર્ઝન કાચું હોય ત્યાં ધુળની ડમરીઓ ઉડી રહી છે અને સ્ટ્રીટ લાઈટની સુવિધા ન હોય રાત્રિના સમયે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

ડાયવર્ઝન જે રસ્તા પર કાઢવામાં આવ્યું છે ત્યાં ડાયવર્ઝનના કોઈ જગ્યાએ બોર્ડ મારવામાં નથી આવ્યા. આ ડાયવર્ઝન જ્યાં કાઢવામાં આવ્યું છે ત્યાં પોચી જમીન હોવાથી દરરોજ અનેક વાહનો ફસાઈ જાય છે. આજે જ યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ-મોરબીની એમ્બ્યુલન્સ આ રસ્તા પર પોચી જમીનમાં ફસાઈ ગઈ હતી. આમ કાચા ડાયવર્ઝનના કારણે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકોની માગ છે કે સારો રસ્તો બનાવવામાં આવે.

- text

- text