મોરબીની શ્યામ રેસિડેન્સીમાં પાંચમાં નોરતે ધૂણીયો રાસ બન્યો આકર્ષણનું કેન્દ્ર

- text


મોરબી : મોરબીની શ્યામ રેસિડેન્સીમાં જગત જનની મા જગદંબાના નવલા નોરતાનો પર્વ રંગેચંગે ઉજવવામાં આવી રહ્યો છે. રેસિડેન્સીના તમામ રહેવાસીઓ નવરાત્રિમાં રાસ-ગરબે રમીને માતાજીના ગુણગાન ગાઈ રહ્યા છે. પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવા વિવિધ રાસ ગરબા રજૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શ્યામ રેસિડેન્સીમાં પાંચમાં નોરતે શ્યામ રેસિડેન્સીની 5 થી 22 વર્ષ સુધીની બાળાઓ દ્વારા જુદા જુદા રાસો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ધૂણીયો રાસબ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રાસ બાદ 35 જેટલી બાળાઓને લ્હાણી રૂપે સોનાના દાણા આપવામાં આવ્યા હતા.

- text

- text