વીરપરથી રાજપરને જોડતો કાચો રસ્તો પાકો બનાવવા કોંગ્રેસ નેતાની મુખ્યમંત્રીને રજૂઆત

- text


મોરબી : વીરપરથી રાજપરને જોડતા કાચા રસ્તાને ડામર પટ્ટી કરવાની માગ સાથે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં વીરપરથી રાજપરને જોડતો કાચો રસ્તો આવેલો છે. જો આ રસ્તાને ડામરપટ્ટી કરવામાં આવે તો હાઇવે સુધી જવામાં ખૂબ જ ઓછું અંતર થાય અને સમયનો પણ બચાવ થાય. હાલ રાજપરથી હાઇવે સુધી જવા શનાળા તરફ જવું પડે છે, તેમજ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા થાય છે જેના કારણે અકસ્માતના બનાવો પણ બને છે. ત્યારે જો વીરપરથી રાજપર ડામરપટ્ટી બનાવવામાં આવે તો ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા હલ થાય તેમ છે.

- text

- text