કુસ્તી સ્પર્ધામાં વાંકાનેરની દોશી કોલેજની બહેનોની ટીમ સેકન્ડ રનર અપ રહી

- text


વાંકાનેર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તી સ્પર્ધા તા. 4-10-2024 અને 5-10-2024 એમ શુક્રવાર અને શનિવારના રોજ યોજવામાં આવી હતી. જેમાં ડો. વાય. એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની શ્રી દોશી કોલેજની બહેનોની કુસ્તીની ટીમ સેકન્ડ રનર અપ બની હતી.

જેમાં ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર) 57 કિલો વજનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેઓ નેશનલ લેવલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. સારલા વિશાખા ભુપતભાઇ (ધમલપર) 62 કિલો વજનમાં બ્રોન્ઝ મેડલ અને સોલંકી નિલાક્ષી સુખાભાઈ (રાજા વડલા) 53 કિલો વજનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

આ ઉપરાંત ભાઈઓની કુસ્તી ફ્રી સ્ટાઈલમાં ધરોડિયા આનંદ જયેશભાઈ (વાંકાનેર) 79 કિલો વજનમાં બ્રોન્ઝ મેડલ અને યાદવ મિલન કુમાર રાજુભાઈ 51 કિલો વજનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભાઈઓ કુસ્તી ગ્રીકો રોમન સ્ટાઈલમાં યાદવ મિલન કુમાર રાજુભાઈ ૬૦ કિલો વજનમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.

વિદ્યાર્થીઓનો આ ઉત્કૃષ્ટ દેખાવ વાંકાનેર અને શ્રી દોશી કૉલેજ વાંકાનેર માટે ખુબ જ ગૌરવસમી બાબત છે. બધા જ ખેલાડીઓને અને રમત ગમતના અધ્યાપક ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે શ્રી દોશી કોલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને શ્રી દોશી કોલેજ પરિવારે આ ઉચ્ચ સિદ્ધિ બદલ શુભકામનાઓ આપી હતી.

- text

કુસ્તીમાં વિદ્યાર્થી બહેનોમાં સારલા વિશાખા ભુપતભાઇ (ધમલપર), ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર), ગાબુ કિંજલ દેવરાજભાઈ (લુણસરિયા), ખલીફા સુજાન શાહબુદિનભાઈ (વાંકાનેર), સોલંકી નિલાક્ષી સુખાભાઈ (રાજા વડલા)તેમજ ભાઈઓની ટીમમાં ધરોડીયા આનંદ જયેશભાઈ (વાંકાનેર), યાદવ મિલનકુમાર રાજુભાઈ (વાંકાનેર), ઝાલા દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ (વાંકાનેર), પાંચિયા અનિલ હકાભાઈ (પાંચદ્વારકા), સરૈયા કમલેશ વિરમભાઈ(નવા વઘાસીયા) સેકન્ડ રનર અપ રહ્યા હતા.

- text