વાંકાનેરમાં બજરંગ ગ્રુપ કુંભારપરા દ્વારા બેઠા ગરબાનું આયોજન

- text


વાંકાનેર : વાંકાનેરમાં બજરંગ ગ્રુપ કુંભારપરા દ્વારા નવરાત્રિમાં નવ દિવસ સુધી બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠા ગરબા ગાઈને માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ચોથા નોરતે બજરંગ ગ્રુપ કુંભારપરા વાંકાનેર દ્વારા બેઠા ગરબા ગાઈને માતાજીના ગુણગાન ગાવામાં આવ્યા હતા. બજરંગ ગ્રુપ કુંભારવાડા દ્વારા આ ઉપરાંત ઘણા ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં દર શનિવારે રાત્રે ધૂન, ભજન, કીર્તન કરવામાં આવે છે. તેમજ બટુક ભોજન, ચોટીલા તથા આશાપુરા માતાજીના પદયાત્રીઓની સેવા જેવા ઘણા ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં ગ્રુપના મનીષ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ પરમાર, શૈલેષ જોબનપુત્રા વગેરે સેવાનું કાર્ય કરે છે.

- text

- text