આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાની મદદે આવી મોરબી 181 અભયમ ટીમ 

- text


 

પીડિતાનું કાઉન્સિલિંગ કરી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો

મોરબી : મોરબીમાં ત્રાહિત વ્યક્તિએ 181 અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. આ દરમ્યાન તે વ્યક્તિએ જણાવ્યું હતું કે, એક મહિલા આત્મહત્યા કરવા માટે જવાનું કહેતા હોવાથી તેમના કાઉન્સિલિંગ માટે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માગી હતી.

- text

આ કોલ આવતાની સાથે જ 181 મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સિલર બીનાબેન ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ ખ્યાતિ બેન, પાયલોટ જીગરભાઈ પીડિતા બહેનની મદદ માટે રવાના થયા હતા. જેમાં સ્થળ પર પહોંચતા નિરીક્ષણ કરતા જાણવા મળ્યું કે, પીડિતા બહેનના હાથમાં ચેકાના ઘા છે જેમાં બહેનને હાથમાં ઇજા થઈ છે. આ દરમ્યાન પીડિતાએ 181ની ટીમને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા માગે છે. ટ્રક નીચે આવીને દેહનો ત્યાગ કરવા માગે છે. એમ કહી પીડિતાએ દોટ મૂકી ત્યારે ટીમ પીડિતાની પાછળ ગઈ અને તેને આશ્વાસન આપ્યું હતું. પીડિતા પાસેથી જાણવા મળ્યું હતું કે, તે 14 વર્ષથી લીવ ઈન રિલેશનશિપમાં રહે છે. જેમાં તેના પાર્ટનર સાથે બોલાચાલી થતાં તે આત્મહત્યા કરવા ઈચ્છતી હતી. ત્યારબાદ આ પીડિતાને સમજાવીને આત્મહત્યા કરતાં રોકી હતી અને મોરબી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે મોકલી હતી.

- text