વાંકાનેર પંથકમા પશુચોર ગેંગ સક્રિય ! એક જ રાતમાં 39 ઘેટાં-બકરાની ચોરી

- text


રસિકગઢ અને જોધપર ગામની સીમમાંથી તસ્કરોએ રાત્રીના સમયે ચોરીને અંજામ આપ્યો

વાંકાનેર : વાંકાનેર પંથકમાં હવે પાલતુ પશુઓ પણ સલામત ન હોવાની ઘટના સામે આવી છે જેમાં બે અલગ અલગ બનાવામાં અજાણ્યા તસ્કરો રાત્રીના સમયે રસિકગઢ અને જોધપર ગામની સીમમાંથી 39 ઘેટાં અને બકરાની ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધવાની સાથે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અરજી લેવામાં આવી છે.

પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામ ઈસ્માઈલભાઈ હાજીભાઈ ખોરજીયાની નેશનલ હાઇવે નજીક રસીકગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં ઘેટા-બકરાના વાડામાંથી અજાણ્યા તસ્કરો રાત્રીના સમયે ફાર્મહાઉસની જારી તોડી 6 ઘેટાં તથા 25 બકરા મળી કુલ 31 નંગ ઘેટા-બકરા કિંમત રૂપિયા 4.5 લાખ ચોરી જતા વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જયારે બીજા બનાવામાં વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અબ્દુલહમીદ અલાવદીભાઈ શેરસીયાની વાડીમાંથી અજાણ્યા તસ્કરો 4 ઘેટા અને 4 બકરા મળી 08 નંગ ઘેટા-બકરા ચોરી કરી જતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદીની અરજીના આધારે તપાસ શરૂ કરી છે.

- text

- text