મોરબીના ગુંગણ ગામે તલાવડીમાં ડૂબી જતા માતાપુત્રીના મોત

- text


માસુમ બાળકી જાજરૂ ગયા બાદ નવડાવવા જતા બનાવ બન્યો

મોરબી : મોરબી તાલુકાના ગુંગણ ગામ નજીક આવેલ ખેત તલાવડીએ માસુમ બાળકી જાજરૂ ગયા બાદ નવડાવવા જતા માતાનો પગ લપસી જતા માસુમ બાળકી સાથે માતા ખેત તલાવડીમાં ખાબકતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી જો કે, બન્ને માતાપુત્રીના મૃતદેહ જ હાથ લાગ્યા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગુંગણ ગામ સીમમાંથી ભરતભાઈ વિઠ્ઠલભાઈની વાડીમાં ખેત મજુરી કરતા ગોધરા પંથકમાં વિલાશબેન ઉ. 20 વર્ષ તેમની બાળકી શરીના ઉ.7 માસ વાળીએ જાજરૂ કર્યું હોવાથી બાળકીને સાફ કરવા તેમજ નવડાવવા માટે ખેત તળાવડીએ ગયા હતા ત્યારે અચાનક પગ લપસી જતા માતા અને પુત્રી પાણીમાં ગરક થઇ જતા ગામના સરપંચે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી. જો કે, ઊંડા પાણીમાં ગરક થયેલા માતાપુત્રીના મૃત્યુ થયા હતા. બન્ને મૃતદેહોને ફાયર ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.

- text

- text