મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરાઈ 

- text


મનોદિવ્યાંગ બાળકો, તેમના વાલી તથા શિક્ષકોનું સન્માન કરાયું 

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજરોજ 6 ઓકટોબરના રોજ વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસની સ્કાયમોલના બીજા માળે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 40 જેટલાં મનોદિવ્યાંગ બાળકો, તેમના વાલી તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સેરેબ્રલ પાલ્સી એટલે કે સીપી એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. જે માંસપેશિઓને નિયંત્રણ, ગતિ અને પોસ્ચરને પ્રભાવિત કરે છે. આ વિકાસશીલ મસ્તિષ્કમાં ક્ષતિ અને અસામાન્યતાઓને કારણે થાય છે, જે સામાન્ય રીતે જન્મના પહેલાં તેમજ જન્મ સમયે થાય છે. સેરેબ્રલ પાલ્સી પ્રત્યેક વ્યક્તિમાં ગંભીરતાની અલગ-અલગ ડિગ્રીની સાથે અલગ-અલગ પ્રકારે જોવા મળે છે.

યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વિશિષ્ટ રીતે જન્મેલા આવા દિવ્યાંગ બાળકો અને એના વાલીઓ સાથે આ દિવસે ભેગા રહીને એમના જીવનના એક દિવસ આનંદ આપવા તેમજ તેઓના સંઘર્ષને વંદન કરી તેમનું અભિવાદન કરી આ વિશિષ્ટ દિવસની ઉજવણી કરવામાં હતી. જેમાં ર્ડો. સતીશ પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોને રમતો રમાડી અને નવરાત્રી નિમિત્તે ગરબા પણ રમાડવામાં આવ્યા હતા. તમામ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

- text

- text