શરદ પૂર્ણિમાના દિવસે શું રાખવું પડશે ધ્યાન? જાણો મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા પાસેથી 

- text


મોરબી : નવરાત્રી બાદ આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂર્ણિમાનો તહેવાર.. શરદ પૂર્ણિમાનું શું છે મહત્વ અને શરદપૂર્ણિમાના દિવસે શું રાખવું પડશે ધ્યાન ? તે અંગે મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યાએ મહત્વની બાબતો વાચકોને જણાવી છે. અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા ના દિવસે શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભક્તિભાવથી પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે અને દુ:ખ અને પરેશાનીઓ દૂર થાય છે. આવો જાણીએ આ વર્ષે શરદ પૂર્ણિમા ક્યારે રાખવામાં આવશે અને કયો સમય છે શુભ. આવો જાણીએ.


 શરદ પૂર્ણિમા 16-10-2024 બુધવાર

હિન્દુ પંચાગ અનુસાર અશ્વિન મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત 16 ઓક્ટોબરે બુધવાર રાત્રે 8.40 વાગ્યાથી થશે. જ્યારે તેનું સમાપન બીજા દિવસે એટલે 17 ઓક્ટોબરે સાંજે 4.55 મિનિટ પર થશે. તેના કારણે શરદ પૂર્ણિમાનું પર્વ 16 ઓક્ટોબરે બુધવારે મનાવવામાં આવશે. 17 તારીખના સાંજે ચંદ્રોદયનો સમય 5.5 મિનિટ રહેશે. જેથી સવારે સૂર્યોદયમાં તો પૂર્ણિમા આવે છે પરંતુ રાત્રિના ભાગનું મહત્ત્વ આપણા શાસ્ત્રોએ શરદપૂનમનું દેખાડેલું છે.


શું છે શરદ પૂર્ણિનાનું મહત્વ?

શરદ પૂર્ણિમાની રાત ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે રાત્રે ચંદ્રનું તેજ દરરોજ કરતા વધારે હોય છે એટલે કે ચંદ્ર સોળ કલાઓથી પૂર્ણ રહે છે. માન્યતા છે કે આ દિવસે ચંદ્રના કિરણોથી ધરતી પર અમૃત વર્ષા થાય છે. લોકો આ રાત્રે ખીર બનાવે છે અને તેણે ચંદ્રની રોશનીમાં રાખે છે. આવું કરવાથી ખીરમાં અમૃત ભળી જાય છે. આ અમૃતવાળી ખીર ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને જીવનમાં આવનાર પરેશાનીઓ દૂર થઈ જાય છે.


શરદ પૂર્ણિમાના દિવસે ના કરો આ ભૂલો

શરદ પૂર્ણિમાના દિવસે અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ તેના વિશે.


તામસિક ભોજન ના ખાવ

- text

શરદ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ માંસ મદિરાનું સેવન કરવું જોઈએ નહીં. તેના સિવાય ભોજનમાં ડુંગળી અને લસણનો ઉપયોગ ટાળવો જોઈએ. માન્યતા એવી પણ છે કે આવું કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને વ્યક્તિને આર્થિક સંક્ટનો સામનો કરવો પડી શકે છે અને વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.


કાળા વસ્ત્રો ના પહેરો

શરદ પૂર્ણિમાના દિવસે કાળા રંગના કપડા પહેરવાથી બચવું જોઈએ. આ દિવસે સફેદ રંગના કપડા પહેરવા ખુબ જ શુભ માનવામાં આવે છે.

ગૃહ-ક્લેશથી બચો

શરદ પૂર્ણિમાના દિવસે ઘરમાં લડાઈ ઝઘડાથી બચવું જોઈએ. કહેવામાં આવે છે કે આવું કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે.

ભાગવતજીમાં શરદપૂનમનો ઉલ્લેખ

भगवानपि ता रात्रि: शरदोत्फुल्लमल्लिका:। वीक्ष्य रन्तुं मनश्चक्रे योगमायामुपाश्रित:॥ भा.म.पु.१०:२९:१

શરદપૂર્ણિમાના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણએ રાસલીલા કરેલી અને એ મહારાસલીલામાં જે જીવનો પ્રવેશ થાય એને ભગવાન પોતાનો કરી લે છે અને નિત્ય નિકુંજ લીલા સ્થાન આપે છે.


પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા

(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)

મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાન

જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય, ભાગવતાચાર્ય, વાસ્તુ શાસ્ત્રી, વાસ્તુ માર્ગદર્શક

M.A. સંસ્કૃત

9426973819

શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય,

ક્રિષ્ના ચેમ્બર, ઓ.નં. 5,

વસંત પ્લોટ મેઈન રોડ, ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી


- text