ટંકારાના શિક્ષિકા- લેખિકા જીવતીબેન પીપલીયાના છઠ્ઠા પુસ્તકનું વિમોચન કરાયું 

- text


‘આવો, કહું એક વાર્તા’ બાળવાર્તાસંગ્રહનું યશવંત મહેતાના હસ્તે વિમોચન કરાયું 

મોરબી : બાળ સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની નેમ ધરાવતાં મોરબી – ટંકારાના શિક્ષિકા-લેખિકા જીવતીબેન પીપલીયા (શ્રી)નાં છઠ્ઠા પુસ્તકનું વિમોચન બાળસાહિત્યકાર મુરબ્બી યશવંત મહેતાના (યશદાદા)ના હસ્તે મોરબી સાહિત્ય સભાના ઉપક્રમે આયોજિત સાહિત્ય ગોષ્ઠિમાં સ્વરાંગન સ્ટુડિયો – મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.

જીવતીબેન પીપલીયાનાં ‘આવો, કહું એક વાર્તા’ બાળવાર્તાસંગ્રહને યશવંતદાદા તેમજ સાહિત્યનાં ઉત્કર્ષ માટે તન, મન અને ધનથી સેવારત, ઉધોગપતિ હંસરાજભાઈ ગામીના આશીર્વાદ મળ્યાં એ આનંદની વાત છે. આ સાહિત્ય ગોષ્ઠિમાં યશવંતદાદાએ વાર્તાસંગ્રહ અને બાળ સાહિત્ય વિશે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમજ ચિંતક દાદાએ પોતાનું દીર્ઘકાવ્ય ‘અશ્વત્થામાનું’ પઠન કર્યુ હતું. હંસરાજભાઈ ગામીએ સરળ ભાષામાં સાહિત્યકારોને પ્રેરક અને પ્રોત્સાહક વકતવ્ય આપ્યું હતું. શૈલેષભાઈ કાલરિયા, સંજયભાઈ બાપોદરિયા ‘સંગી’, ડૉ.અમૃત કાંજિયા, પ્રકાશભાઈ કુબાવત, રામભાઈ વાળોતરિયા, કે. જે. ઝાલા દ્વારા પોતાની રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીવતીબેને પણ પ્રથમ રચેલ બાળવાર્તા બાળકોને ગમે તેવા લહેકા સાથે કહી હતી.

- text

આ નાનકડા કાર્યક્રમમાં ચંદ્રશેખરભાઈ રંગપડિયા, ભરતભાઈ રાજકોટિયા, જલ્પેશભાઈ વાઘેલા, જયેશભાઈ બાવરવા, મનિષાબેન પટેલ, અનુજા રાજકોટિયા અને માધવ કુબાવત હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ કાલરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ‌

- text