રાજકોટ નાગરિક સહકારી બેંક હળવદ શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 

- text


બેંકના 72 માં સ્થાપના દિવસે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 62 બોટલ બ્લડ એકત્ર થયું

હળવદ : આજરોજ 6 ઓકટોબર ને રવિવારે હળવદમાં આવલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંક હળવદ શાખા બેંકના 72માં સ્થાપના દિન નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 62 બોટલ બ્લડની એકત્ર કરવામાં આવી હતી. જે સી.યુ.શાહ મેડિકલ એન્ડ હોસ્પિટલ બ્લડ બેન્ક ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, દિપકદાસજી મહારાજ, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, અગ્રણી ઉદ્યોગપતિ જશુભાઇ પટેલ, બજરંગદળના ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર, જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, બિપીનભાઈ દવે, ગોવિંદભાઈ ભરવાડ, અરજણભાઇ ભરવાડ, દાદાભાઈ ડાંગર, વલ્લભભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઇ દવે અને ટ્રસ્ટ તરફથી ખુબ જ સહકાર પ્રાપ્ત થયો હતો

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ નાગરિક સહકારી બેંકના મેનેજર પ્રશાંતભાઈ અઘેડા સહિત બેંકના કર્મચારી અને શાખા વિકાસ સમિતિના સર્વે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text