ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે 16મીએ અમદાવાદ ઉમટી પડવા ગૌસેવકોને હાંકલ

- text


બે શંકરાચાર્યો આયોજિત ગૌ ધ્વજ યાત્રા 16મીએ સોલા ભાગવત આવી પહોંચશે : રાષ્ટ્રમાતા માટે સરકાર સંસદમાં બિલ લાવે તેવી માંગ

મોરબી : ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે 16મીએ મોરબીના ગૌભક્તો અને માલધારીઓને અમદાવાદ ઉમટી પડવા ગૌસેવકોને હાંકલ કરવામાં આવી છે. આ સાથે સરકાર આ અંગે તાત્કાલિક બિલ લાવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે.

અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ અને ગૌ સંસદ સહિતના સંગઠનો દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર પ્રભારી હરેશભાઈ ચૌહાણ દ્વારા જણાવાયુ હતું કે બે શંકરાચાર્યો દ્વારા આયોજિત ગૌ ધ્વજ યાત્રા તા.16ના રોજ અમદાવાદના સોલા ખાતે આવી રહી છે. તે અંતર્ગત ભારત સરકાર ગૌમાતાને રાષ્ટ્માતા જાહેર કરે, આપણો દેશ ગૌહત્યા મુક્ત બને, સંસદમાં આ માટે બિલ લઈ આવવામાં આવે તેવી માંગ કરવામાં આવશે.

- text

આ વેળાએ સંતોએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવામાં આવ્યા છે. જેનાથી ગૌસેવકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે જે મુહિમ ચલાવવામાં આવી છે તેમાં દરેક લોકો ઉમટી પડે તેવી અપીલ છે.

- text