વાંકાનેરમાં પુસ્તક પરબ યોજાયું : અનેક લોકોએ મેળવ્યા મનગમતા પુસ્તક

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલા રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે.

જે અંતર્ગત આજ રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, ડૉ.નવીનચંદ્ર સોલંકી, દર્શનાબેન જાની, હાર્દિકભાઈ સોલંકી અને ડૉ. ડાહ્યાલાલ પરબતાણી દ્વારા પુસ્તક પરબ યોજવામાં આવ્યું હતું.

ઑક્ટોબર – ૨૦૨૪ના પ્રથમ રવિવારે યોજાયેલ આ પુસ્તક પરબમાં પુસ્તક પરબની ટીમના નવા સભ્ય દર્શનાબેન જાનીનું વાંકાનેર તાલુકાના કેળવણી નિરીક્ષક અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળાના હસ્તે પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વાંકાનેર સિટીના પી.એસ.આઈ. ધર્મિષ્ઠાબેન કાનાણીએ પુસ્તક પરબની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પુસ્તક પરબ ટીમની કામગીરીને બિરદાવી હતી.

- text

પુસ્તક પરબની ટીમ દ્વારા પી.એસ.આઈ. ધર્મિષ્ઠાબેન કાનાણીનું પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકાના કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળા અને રમેશભાઈ ડાભીએ પણ પુસ્તક પરબની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વાંકાનેર તાલુકાની પંચાસર પ્રાથમિક શાળાના શિક્ષક વિપુલભાઈ પરમાર તરફથી એમના પુત્ર મિહિતના જન્મદિવસ નિમિત્તે ૧૧૧૧ રૂપિયા પુસ્તક પરબને નવા પુસ્તકો ખરીદવા દાન સ્વરૂપે આપવામાં આવ્યા હતા. વાંકાનેર તાલુકાના અનેક લોકોએ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી અને વાંચવા માટે નિઃશુલ્ક પુસ્તકો મેળવ્યા હતા. પુસ્તક પરબ ટીમના તમામ સભ્યોએ પુસ્તક પરબ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

- text