હળવદના પ્રભુચરણ આશ્રમ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

- text


હળવદ: 3 ઓક્ટોબરના રોજ હળવદના પ્રભુચરણ આશ્રમ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશ્રમના મહંત અને અખીલ ભારતીય સંત સમિતિ અંતર્ગત મોરબી જિ lલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી વહન કરતા પ્રભુચરણજી આશ્રમ દ્વારા 18 વરસથી ધર્મજાગરણ, રાષ્ટ્રીય ભાવના, હિંદુ સંસ્કાર, ગૌવંશ જતન, પરિવાર ભાવના અને લોકચેતના જાગરણનું કાર્ય કરે છે.

- text

દર મહિનાની ત્રીજી તારીખે ધૂન – ભજન – સત્સંગ – ધર્મજાગરણ અને સમૂહભોજનનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં અખીલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રદેશના મહામત્રી પદે નિયુક્તિ થયેલી છે. એ બદલ સત્સંગ મંડળ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. એમ. ડી. જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હળવદ આર્ટ્સ કોલેજના ભુ.પૂ. અધ્યાપક અને સંત સાહિત્યના સંશોધક, સંપાદક અને કવિ-લેખક ડો. ભાવેશ જેતપરિયાનું સન્માન સમાજસેવક અને પ્રગત્તિશીલ ખેડૂત ખેતશીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રભુચરણજીએ આપણી ગરવી સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતા; સનાતન હિંદુ પરંપરા અને વૈદિક પરંપરા વિશે વક્તવ્ય આપ્યું હતું. ખેતશીભાઈએ ઓર્ગેનિક ખેતી અને સમાજની સમરસતા વિશે વક્તવ્ય આપ્યું હતું. ત્રિભુવનભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા સમુહભોજનનું આયોજન કરવામાંહ આવ્યું હતું. ઘાટીલા સત્સંગ મંડળ ધૂન – ભજન – સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text