રાજકોટના પ્રખ્યાત સ્પાઈન સર્જન ડો.અમિષ સંઘવી બુધવારે મોરબીમાં, ખાસ ઓપીડી

 

5 હજારથી વધુ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીનો અનુભવ : મણકાના ફ્રેક્ચર/પેરાલીસીસ, મણકાની ગાદી ખસી જવી, કમર તેમજ ગરદનનો દુઃખાવો, મણકાની ગાદીનો ઘસારો, ઘસાયેલ ગાદી બદલવાની સર્જરી, મણકાના કેન્સર અને ટીબી, સાયટીકા – ચાલવાની તકલીફ, બાળકોમાં ખુંધની તકલીફ સહિતની સમસ્યાઓની સચોટ નિદાન હવે ઘરઆંગણે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટના ખ્યાતનામ સ્પાઈન સર્જન ડો.અમિષ સંઘવી દર મહિનાના બીજા બુધવારે મોરબીમાં ઓપીડી યોજવાના છે. તો હવે સ્પાઇનને લગતી બીમારીઓ માટે મોરબીવાસીઓને રાજકોટ સુધી લંબાવવું નહિ પડે.

રાજકોટની શિવ હોસ્પિટલના પ્રખ્યાત સ્પાઇન સર્જન ડો. અમિષ સંઘવી હવે દર મહિનાના બીજા બુધવારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડો. જયેશ એ. સનારીયા કિલનીક (સ્પર્શ સ્કીન & કોસ્મેટિક ક્લિનીક)માં ઓપીડી યોજવાના છે. જે અંતર્ગત આગામી તા. 9 ઓક્ટોબરને બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી ઓપીડી યોજવામાં આવશે.

ડો. અમિષ સંઘવી એમ.એસ.(ઓર્થો.), એફ.એન.બી. (સ્પાઇન સર્જરી) (ગોલ્ડ મેડાલીસ્ટ) મીનીમલી ઇન્વેસીવ સ્પાઇન સર્જરી (જર્મની, સાઉથ કોરિયા), એડવાન્સ્ડ સર્વાઈકલ સ્પાઇન સર્જરી (જાપાન) સહિતની ડીગ્રી ધરાવે છે. તેઓ ગુજરાતનાં સૌપ્રથમ ક્વોલિફાઈડ અને સિનીયર સ્પાઇન સર્જન છે. મીનીમલી ઇન્વેસીવ (માઈક્રો એન્ડોસ્કોપીક) સ્પાઇન સર્જરી (MISS)ના ૫૦૦૦ થી વધુ સફળ ઓપરેશનની સિદ્ધિ તેઓ ધરાવે છે.

તેઓ મણકાના ફ્રેક્ચર/પેરાલીસીસ, મણકાની ગાદી ખસી જવી, કમર તેમજ ગરદનનો દુઃખાવો, મણકાની ગાદીનો ઘસારો, ઘસાયેલ ગાદી બદલવાની સર્જરી, મણકાના કેન્સર અને ટીબી, હાથ-પગની નસનો દુઃખાવો, સાયટીકા – ચાલવાની તકલીફ, બાળકોમાં ખુંધની તકલીફ, ડોકની નસનું દબાણ, મોટી ઉંમરે થતા મણકાના ફ્રેક્ચરનું સિમેન્ટ વડે ઓપરેશનના નિષ્ણાંત છે. વધુમાં અગાઉ અન્ય સ્થળે કરાવેલી સ્પાઇન સર્જરી અસફળ રહી હોય તો સેકન્ડ ઓપીનીયન માટે ચોક્કસ મુલાકાત લેવી.

ઓપીડી તા. 9 ઓક્ટોબર
(દર મહિનાના બીજા બુધવારે)
સમય : બપોરે 3થી 6
સ્થળ : ડો. જયેશ એ. સનારીયા કિલનીક (સ્પર્શ સ્કીન & કોસ્મેટિક ક્લિનીક), એપલ હોસ્પિટલ, બીજો માળ, શનાળા રોડ,મોરબી
એપોઇન્ટમેન્ટ : (02822) 226665/ 70163 42022