મોરબીમાં ફાઇનાન્સ કંપનીઓ અને બેંકોની મનમાનીને લઈ ગ્રાહક સુરક્ષા મંડળની RBIને રાવ

- text


મોરબી : મોરબીમાં ફાયનાન્સ કંપનીઓ અને બેંકો આરબીઆઇના નિયમો નેવે મૂકીને ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ અને અનઅધિકૃત ફી લેતા હોવાની રાવ સાથે શહેર/જિલ્લા ગ્રાહક મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રિઝર્વ બેંકને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયુ છે કે મોરબીમાં ઘણી ફાયનાન્સ કંપનીની ઓફિસ છે. ગ્રાહકોને મકાન લોન, ગોલ્ડ લોન તથા ધંધા માટે લોન આપે છે. પણ જાણવા પ્રમાણે તેનું વ્યાજ રીઝર્વ બેંકે નકકી કરેલ ધોરણોથી વધારે લેવામાં આવે છે. ચેક રીર્ટન થાય તો ૫૦૦ રૂપિયા પેનલ્ટી, એક હપ્તા રહી જાય તો મન માનીતુ વ્યાજ, ગ્રાહકને જાણ વગર સોનાને ગાળી નાખવુ, ત્રણ હપ્તા ચડી જાય તો ગાડી ખેંચી લેવી અને ગ્રાહકને જાણ બહાર ગાડી વહેંચી નાખવી, ત્રણ હપ્તા ચડી જાય તો પચ્ચીસ લાખના મકાનને સીલ મારી દેવુ, લેણુ ફકત પાંચ લાખ હોય ઘણી રીતે ગ્રાહકને ત્રાસ સાથે માનસીક પીડા ભોગવવી પડે છે.

- text

હપ્તા ચડે એટલે કડકાઈથી હપ્તાની ઉઘરાણી આવી પરીસ્થીતીમાં ગ્રાહક જાય કયાં ? ફાયનાન્સની હેડ ઓફિસ ચેન્નાઇ, કોલકતા, બેંગલોર, તથા અન્ય રાજયોમાં છે જો કાનુની કાર્યવાહી કરવી હોય તો જે તે રાજયના જયુડીસીયલ અધિકાર થઈ જાય છે. રીઝર્વ બેંક તરફથી આવા અધિકારો આપવામાં આવેલ છે કે ગ્રાહકને ત્રાસ પીડા કે આપઘાત તરફ જવાની ફરજ પડે. દરેક ફાયનાન્સ, બેંક કે શ્રોફ કંપની બહાર બોર્ડમાં વ્યાજનો દર અને વિગત લખવી જોઇએ. ગ્રાહકને લોનના કાગળો આપવા જોઈએ જેથી ગ્રાહકને પૈસા ભરવાની માહીતી મળે આ બાબત પોલીસ ડીપાર્ટમેન્ટે પણ આવી ફાયનાન્સ કંપની નિયમ પ્રમાણે ચાલે છે કે નહી ? તેની તપાસ કરવી જોઇએ અને બીનઅધિકૃત રીતે ચાલતી કંપનીને બ્લેક લીસ્ટમાં મુકવી જોઇએ.

- text