મોરબીની ખરીવાડી પ્રા. શાળાની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ

- text


મોરબી : GCERT ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ અને BRC ભવન મોરબી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં મોરબીની ખારીવાડી પ્રા. શાળાની વિદ્યાર્થિની ડાભી દર્શના કિશોરભાઈએ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કરેલ છે. તે બદલ શાળાના આચાર્ય ગીરીશભાઈ ચીખલિયા તેમજ શાળા પરિવાર તથા શાળા એસએમસીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. હવે તે ઝોન કક્ષાની સ્પર્ધા માં શાળા નું પ્રતિનિધિત્વ કરશે.તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text