મોરબીના ખાખરાળા પ્રા. આરોગ્ય કેન્દ્ર દ્વારા ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન અંતર્ગત રેલી યોજાઈ

- text


મોરબી : આજરોજ તારીખ 5 ઓક્ટોબર ને શનિવારના રોજ મોરબી તાલુકાના ખાખરાળા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ખાખરાળાના મેડિકલ ઓફિસર ડો.સંજય એચ.જીવાણીના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર કમલેશભાઈ કાલરીયાના સહયોગ તેમજ આશા બહેનો દ્વારા ટોબેકો ફી યુથ કેમપેઈન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી.

આ દરમિયાન ટોબેકો ફ્રી ગામ થાય તે માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા. સાથે સાથે ટોબેકોના વેચાણ ઉપર રોક લગાવી અને ગામને ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈનમાં તમામ લોકોને જોડાવવાની સલાહ આપવામાં આવી હતી. ટોબેકોથી થતા નુકસાન તેમજ તેનાથી થતા રોગોના બેનરો બતાવીને ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

- text

- text