મોરબીની નિલકંઠ સ્કૂલમાં મોરબી તાલુકા કક્ષાનું સાયન્સ એક્ઝિબિશન યોજાયું

- text


200 વિદ્યાર્થીઓએ ભાગ લઈ 82 જેટલી કૃતિઓ રજૂ કરી

મોરબી : આજે તારીખ 5 ઓક્ટોબર ને શનિવારના રોજ મોરબીના રવાપર રોડ પર આવેલી નિલકંઠ સ્કૂલમાં મોરબી તાલુકા SVS કક્ષાનું સાયન્સ એક્ઝિબિશન (ગણિત-વિજ્ઞાન પ્રદર્શન) યોજાયું હતું. સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજાયેલા આ સાયન્સ એક્ઝિબિશનમાં મોરબી તાલુકાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને રોબોટિક્સ, એગ્રીકલ્ચર, પર્યાવરણ, સેટેલાઈટ નેટવર્ક, ઈલેક્ટ્રીસિટી, અંતરીક્ષ, બાયો મેડિકલ, સોલાર પાવર અને મલ્ટીવર્સ સહિતની કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શનને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું.

મોરબી અપડેટ સાથેની વાતચીતમાં નિલકંઠ સ્કૂલના શિક્ષક જીતુભાઈ હરસોલાએ જણાવ્યું હતું કે, મોરબી તાલુકા svs કક્ષાનું સાયન્સ એક્ઝિબિશનમાં મોરબી તાલુકાની 40 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાં નિલકંઠ સ્કૂલના પણ અલગ અલગ 40 કૃતિઓ છે. કૂલ 200 વિદ્યાર્થીઓએ આ સાયન્સ એક્ઝિબિશનમાં ભાગ લઈ 82 કૃતિઓ રજૂ કરી હતી. સાથે જ લાઈવ હિમોગ્લોબિન ટેસ્ટની સુવિધા પણ રાખવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની ટીમ દ્વારા સૌનો હિમોગ્લોબિન ટેસ્ટ કરીને જેને જરૂરિયાત હોય તેઓને ફ્રીમાં દવા આપવામાં આવી હતી.

- text

- text