હળવદના જુના ધનાળા ગામે જુગારધામ ઉપર એલસીબીનો દરોડો : 8 પકડાયા

- text


એક શખ્સ નાસી છૂટ્યો, રૂ.1.46 લાખની રોકડ કબ્જે

હળવદ : હળવદ તાલુકાના જુના ધનાળા ગામમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતા આઠ શખ્સોને એલસીબીએ રૂ.૧.૪૬ લાખની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબીએ હળવદના જુના ધનાળા ગામે ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાના રહેણાંક મકાનેથી જુગાર રમતા ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા, પ્રવિણભાઇ ઉર્ફે પવો ગાંડાભાઇ ચાવડા, ચંદ્રકાંતભાઇ દેવજીભાઈ અધારા, કિરણભાઇ જીલુભાઈ ઝીંઝુવાડીયા, અજીતભાઈ સોમાભાઈ ગોહિલ, બાબુલાલ ગોવિંદભાઇ રાઠોડ, ગોપાલસિંહ જીતુભા જાડેજા, હિરજીભાઈ ઉર્ફે હિરાભાઈ લક્ષમણભાઇ સરાવાડીયાને રૂ. ૧,૪૬,૬૦૦/-ની રોકડ સાથે પકડી પાડ્યા છે. જ્યારે મહેમુદ ઉર્ફે રેવુ ઉર્ફે રેવડી નથુભાઇ સિપાઇ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઈ કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ રોકાયેલ હતો.

- text