IMA મોરબી દ્વારા આંબાવાડી તાલુકા શાળામાં વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરાયું

- text


મોરબી : તારીખ 3/10/2024ના રોજ IMA મોરબી દ્વારા આંબાવાડી તાલુકા શાળા મોરબીમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બાળ રોગ નિષ્ણાંત તરીકે નક્ષત્ર હોસ્પિટલના ડો. મયુર ગવાલાણી, ચિરાયુ હોસ્પિટલના ડો. શરદ રૈયાણી, દાંતના ડોક્ટર ક્રિષ્ના હોસ્પિટલના ડો. મનોજ કૈલા, રાંકજા ડેન્ટલ ક્લિનિકના ડો. આશિષ રાંકજા, ચામડીના ડોક્ટર ડો. સેજલ ભાડજા( કાવર), એથેના સ્કિન ક્લિનિકના ડો. યશરાજસિંહ ઝાલાએ સેવા આપી હતી. આ હેલ્થ ચેક અપમાં લગભગ 150 બાળકોએ સેવાનો લાભ લીધો હતો.

તેમજ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘ તરુણાવસ્થા તથા તેને લગતી સમસ્યાઓ’ ઉપર ડો.રમેશ બોડા, બાળ રોગ નિષ્ણાંત, સાગર હોસ્પિટલ દ્વારા વિશેષ લેક્ચર લેવામાં આવ્યું હતું. તેમજ સોશ્યલ મીડિયા અને તેની આડ અસરો પર ડો. ઉર્વી રૈયાણી, બાળ રોગ નિષ્ણાંત, ચિરાયુ હોસ્પિટલ, તથા છોકરીઓમાં માસિક ચક્રની સમજણ તથા તે સમયે લેવાની કાળજી અંગે, ડો. મિરલ આદ્રોજા, સ્ત્રી રોગ નિષ્ણાંત, સદભાવના હોસ્પિટલ, દ્વારા વિવિધ વીડિયો તથા પ્રેઝન્ટેશન દ્વારા સમજણ આપી હતી. જેમાં આશરે 100 બાળકોએ લાભ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો તથા IMA મોરબીના સેક્રેટરી ડો.હીનાબેન મોરી તથા પ્રેસિડેન્ટ ડો. અંજનાબેન ગઢિયાના સહયોગથી કરવામાં આવેલ હતું. ભવિષ્યમાં આવા કાર્યક્રમ થતાં રહે તો બાળકોમાં નાનપણથી જ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવી શકાય.

- text

- text