નવરાત્રિમાં ઉપવાસ અને મૌન વ્રત સાથે અનુષ્ઠાન કરતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

- text


મોરબી : હિંદુ ધર્મનો સૌથી લાંબો તહેવાર એટલે કે નવરાત્રિનો પ્રારંભ થઈ ચુક્યો છે. નવરાત્રિમાં જગત જનની જગદંબાની આરાધાનનાનું અનેરું મહત્વ હોય છે. નવરાત્રિ દરમિયાન ભક્તો વિવિધ પ્રકારે માતાજીની આરાધાન કરતાં હોય છે. ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ નવરાત્રિમાં ઉપવાસ અને મૌન વ્રત સાથે અનુષ્ઠાન કરી રહ્યા છે.

- text

બ્રિજેશભાઈ મેરજા નવરાત્રિ દરમિયાન દરરોજ 3.30 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નવરાત્રિમાં અનુષ્ઠાન કરી રહ્યા છે. તેઓ નવરાત્રિમાં ઉપવાસ અને ઉપાસના થકી માતાજીની અનેરી ભક્તિ કરી રહ્યા છે. સાથે જ તેઓ મૌન વ્રત પણ રાખી રહ્યા છે. આજે શનિવારે સૂર્યોદયથી સોમવારે સૂર્યોદય સુધી એટલે કે 48 કલાક સુધી તેઓ મૌન વ્રત પાળી રહ્યા છે. તેથી તેમણે કોઈની સાથે વાત થઈ શકશે નહીં તેમ જણાવી ક્ષમા યાચના કરી છે. આમ બ્રિજેશભાઈ મેરજા નવરાત્રિ દરમિયાન ઉપવાસ અને મૌન વ્રત સાથે અનુષ્ઠાન કરીને માતાજીની આરાધના કરી રહ્યા છે.

- text