મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ દિવસમાં 1.16 કરોડની વીજચોરી પકડાઈ

- text


વીજચોરી કરતા તત્વો ઉપર પીજીવીસીએલની ધોંસ : રહેણાંક, ઔદ્યોગિક અને ખેતીવાડી કનેક્શનમાં થતી હતી વીજચોરી

મોરબી : પીજીવીસીએલ દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં થતી વીજ ચોરી ડામવા છેલ્લા પાંચ દિવસથી 30 ટીમોને મેદાનમાં ઉતારી રહેણાંક, કોમર્શિયલ-ઔદ્યોગિક અને ખેતીવાડી વીજ ક્નેક્શનો ચેક કરી વીજ ચોરીના 244 કિસ્સા ઝડપી લઈ 116.45 લાખની વીજચોરી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પીજીવીસીએલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મોરબી, અંજાર, ભુજ અને જામનગર પીજીવીસીએલની 30 ટીમોને મેદાનમાં ઉતારી પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત સાથે ટંકારા, વાંકાનેર, માળીયા મિયાણા, હળવદ, મુળી, તાલુકાના જુદા-જુદા વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવતા કુલ 1962 ક્નેક્શનોમાં ગેરરીતિના 244 કિસ્સા સામે આવતા કુલ મળી 116.45 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી.


ઝડપી લેવામાં આવેલ વીજચોરીની વિગત

કેટેગરી – ચેક કરેલા કનેક્શન – વીજચોરી – રકમ (લાખમાં)
રહેણાંક – 1711 – 217 – 85.23 લાખ
ઔદ્યોગિક-કોમર્શીય – 221 – 24 – 29.99 લાખ
ખેતીવાડી – 30 – 03 – 1.23 લાખ

- text


- text