કોમી એકતાઃ વીરપરડા ગામે હિંદુ-મુસ્લિમ સમાજના લોકો સાથે મળી કરે છે નવરાત્રિનું આયોજન

- text


 

છેલ્લા 35 વર્ષથી યોજાતી પ્રાચીન ગરબી કોમી એકતાની મિશાલ બની

મોરબી : મોરબીના વીરપરડા ગામે છેલ્લા 30 વર્ષથી યોજાઈ રહેલી પ્રાચીન ગરબી કોમી એકતાની મિશાલ બની ગઈ છે. ગામમાં શ્રી રાજરાજેશ્વરી ગરબી મંડળમાં હિંદુ-મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને રાસ-ગરબાનું આયોજન કરે છે. જેમાં દરરોજ બહેનો-દીકરીઓ રાસ-ગરબે રમીને નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે.

- text

આ અનોખી ગરબી વિશે ગામના અગ્રણી મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વીરપરડા ગામમાં નાતજાતનો કોઈ ભેદભાવ નથી. દરેક જ્ઞાતિ-સમાજના લોકો સાથે મળીને દરેક તહેવારની રંગેચંગે ઉજવણી કરે છે. જેમાં છેલ્લા 35 વર્ષથી ગામના હિંદુ-મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને પ્રાચીન ગરબીનું આયોજન કરે છે. પ્રાચીન ગરબીનું ભીખુભા જાડેજા, મયુરસિંહ જાડેજા, આંશિકભાઈ સુમરા, ભવાનભાઈ ભટ્ટી, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ સુરેલીયા, દિનેશગીરી ગૌસ્વામી સહિતના આયોજકો સાથે મળીને આયોજન કરી રહ્યા છે.

- text