આવારા તત્વોને ચેતવણીઃ મોરબી પોલીસની શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને રાખી રહી છે બાજ નજર

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. મોરબી શહેર સહિત જિલ્લામાં અનેક જગ્યાએ પ્રાચીનની સાથે સાથે અર્વાચીન ગરબીનું પણ મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગરબા મહોત્સવમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને મોરબી જિલ્લા પોલીસની શી ટીમ બાજ નજર રાખી રહી છે અને આવારા તત્વોની શાન ઠેકાણે લાવવા સતત વોચ રાખી રહી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના અને ડીવાયએસપી પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં 9 જેટલી શી ટીમ તમામ ગરબા મહોત્સવમાં સતત પેટ્રોલિંગ રાખી રહી છે. આ ટીમ મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત વોચ રાખી રહી છે. પ્રથમ નોરતે મોરબી પોલીસની શી ટીમે અર્વાચીન ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની જેમ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને મહિલાઓની સુરક્ષા માટે ખડેપગે રહીને નજર રાખી હતી. શી ટીમના મહિલા પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે, અમે અર્વાચીન ગરબીમાં રાસ રમ્યા છીએ અને આવારા તત્વોને ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે મોરબી જિલ્લાની શી ટીમથી ચેતીને રહેજો નહીંતર કોઈને બક્ષવામાં નહીં આવે. સાથે જ મહિલાઓને પણ પોતાના પરિવાર અને ગ્રુપ સાથે જ આવવા-જવા જણાવ્યું હતું.

- text

- text