નાના વેપારીઓને દંડવાને બદલે પ્લાસ્ટિકનું ઉત્પાદન જ બંધ કરાવો : આમ આદમી પાર્ટી

- text


મોરબી : મોરબી પાલિકા દ્વારા છેલ્લા ધણાં સમયથી નાના વેપારીઓ અને ફેરીયાઓને પ્લાસ્ટિક થેલીઓના ઉપયોગને લઈ દંડ ફટકારી રહી હોવાનું જણાવી આમ આદમી પાર્ટીએ જ્યાં પ્લાસ્ટિક થેલીઓ બની રહી છે તે પ્લાસ્ટિક થેલીઓના યુનીટને જ બંધ કરવાની માંગ ઉઠાવી છે.

આપના જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાએ કહ્યું કે પ્લાસ્ટિક થેલીઓ બનાવવા પર જેમ બને તેમ જલ્દી અને કડક રીતે પ્રતિબંધ મુકવો જોઈએ. જેથી કરીને નાના વેપારીઓ અને ફેરીયાઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યાં તેમને ખોટી રીતે દંડના થાય. જો મોરબી પાલિકા આમને આમ નાના વેપારીઓ અને ફેરીયાઓને પ્લાસ્ટિક થેલીઓના નામે હેરાન કરતા રહેશે. તો સરકારની મીલીભગત સામે આંદોલન કરવું પડશે. એવી ચીમકી ઉચ્ચારી છે.

- text

- text