જિલ્લાની તમામ મામલતદાર કચેરીએ આગામી રવિવારે પણ રેશનકાર્ડ e-Kyc થઈ શકશે

- text


૬ ઓક્ટોબર રવિવારે સવારે ૧૦ થી ૦૨ દરમિયાન જિલ્લાના તમામ મામલતદાર કચેરીઓમાં રાશનકાર્ડ e-Kyc ની કામગીરી શરૂ રહેશે

મોરબી : મોરબી જિલ્લાવાસીઓ રેશનકાર્ડનું એ e-Kyc ઝડપી કરી શકે તે માટે આગામી રવિવાર તારીખ ૦૬/૧૦/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૦૦ થી બપોર ૦૨:૦૦ વાગ્યા સુધી મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદાર કચેરી ખાતે e-Kycની કામગીરી શરૂ રહેશે.

મોરબી જિલ્લામાં રેશનકાર્ડ ધારકોની e-Kyc માટેની કામગીરી ઝુંબેશ રૂપે કરવામાં આવી રહી છે. ત્યારે આગામી રવિવારે પણ રેશનકાર્ડની e-Kyc ની કામગીરી શરૂ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. e-Kyc કરવા માટે રેશનકાર્ડમાં જેટલા વ્યક્તિઓના નામ હોય તમામે રૂબરૂ આવવાનું રહેશે. ઉપરાંત રાશનકાર્ડ અને આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરાવેલ હોય તે પણ સાથે લાવવાનો રહેશે.

- text

જિલ્લા વાસીઓ સંબંધીત તાલુકાની મામલતદાર કચેરી જઈને સરળતાથી e-Kyc કરાવી શકે છે. ઘઉં ચોખા મેળવતા રેશનકાર્ડ ધારકો (NFSA અંતર્ગત આવરી લીધેલ) તથા ઘઉં ચોખા ન મેળવતા રેશનકાર્ડ ધારકો ( Non NFSA રેશનકાર્ડ ધારકો) એમ બંને પ્રકારના રેશનકાર્ડ ધારકોએ e-Kyc કરાવવું ફરજિયાત છે. રેશનકાર્ડ ધારક પોતાના મોબાઈલમાં ઘરે બેઠા My Ration એપની મદદથી પણ e-Kyc ની કામગીરી કરી શકશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીની સંદીપ વર્માની યાદીમાં જણાવ્યું છે.

- text